જીવન આખું જવાબદારી નિભાવવામાં ખર્ચાઈ ગયું;
જીવવા ગયો પોતાના માટે તો સરેઆમ ચર્ચાઈ ગયું;

સારો હતો હું ત્યાં સુધી કર્યું હા-યે-હા મેં જ્યાં સુધી
ખરાબ બન્યો ત્યારે, જ્યારે જૂઠ એમનું વર્તાઈ ગયું;

તળાવ, સરોવર કે નદીમાં ટકરાયું હોત તો ઠીક હતું
પણ, જે નાખ્યું'તું નાવડું એ મધદરિયે અથડાઇ ગયું;

લીધી'તી મુલાકાત મયખાનાની આજ ગમ ભૂલાવવા
હોઠે પહોંચે એ પહેલાં જામ હાથમાંજ ઠલવાઈ ગયું;

મોત પણ હવે શું મારી શકવાની હતી અમને "વ્યોમ"
આયખું અમારું જ્યારે એક લાશ જેમ જીવાઈ ગયું;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111697199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now