(મૂંઝવણ)


જિંદગીની મુસાફરીમાં એ એકલી પડી ગઈ , જરા જો તો ખરી એ કેવી મુંઝવણમાં પડી ગઈ....

બીજાની ખુશી માટે પોતે વહેંચાઈ ગઈ, અને રડી રડીને એ પોતેજ ભરાઈ ગઈ..

જરા જો તો ખરી એ કેવી મુંઝવણમાં પડી ગઈ....

દર્દ પોતે દિલમાં રાખી પોતાને મનાવવામાં પડી ગઈ ,
ના જાણે કેટકેટલી રાહ જોઈ પણ દુનિયાથી એ છુપાવવામાં પડી ગઇ..

જરા જો તો ખરી એ કેવી મુંઝવણમાં પડી ગઈ....


શોધ્યા ઘણા રસ્તા મંજિલના પણ એકલી એ રહી ગઈ,
જમ્પ લાવી દુનિયામાં એ ચોપડામાં ચડી ગઇ...

જરા જો તો ખરી એ કેવી મુંઝવણમાં પડી ગઈ......

વગર મૌસમના વરસાદની એ રાહ જોવામાં પડી ગઈ,
પણ મજબૂરી એની કે એ જૂઠ બોલવા પડી ગઈ.....


જરા જો તો ખરી એ કેવી મુંઝવણમાં પડી ગઈ......

Gujarati Blog by RJ_Ravi_official : 111695851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now