આવોને શ્રી રામ હવે તમારી જ જરૂર છે;
કોરોના પાસે માનવી બન્યો મજબૂર છે;

જ્યાં જુઓ ત્યાં ચીતાઓ સળગી રહી,
હે, ભગવાન તું કેમ બન્યો સાવ નિષ્ઠુર છે?

આવ ધરા પર અવતાર ધરી કરવાને વધ,
ફેલાયેલો ચોતરફ આ કોરોના અસુર છે;

આવી પડી છે જે આ કપરી પરિસ્થિતિ,
એમાં ક્યાંક ને ક્યાંક માણસનો કસુર છે;

તું છો ઈશ્વર, કર માફ તારા બાળ સમજી,
બાકી, તું કરે ઈ સાચું ને અમને મંજૂર છે;

જો જન્મે કરુણા આ સ્થિતિમાં "વ્યોમ"
તો લાગે એનું તને માનવ બનાવું વસૂલ છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111695089
shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

Baloch Anavarkhan 3 years ago

સાહેબ વિપત પડે ત્યાંરેજ ભગવાન સાંભરે છે રામનવમી મી ની શુભકામના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now