એમણે તો નયનના બાણ ચલાવ્યાં, હવે શું કરૂં?
પાછા કે'છે અમે અજાણ ચલાવ્યાં, હવે શું કરૂં?

ઘાયલ કર્યું છે તન, મન ને વિંધી નાખ્યું છે દિલ,
મહા મુસિબતે અમે પ્રાણ બચાવ્યા, હવે શું કરૂં?

થયો આજ હું ગરકાવ એમના ખ્યાલમાં એવો કે,
દિલ અને દિમાગે રમખાણ મચાવ્યા, હવે શું કરૂં?

કાગળ, દવાત સાથે લૈને, કલમ લીધી છે હાથમાં,
કવિતા લખવા એણે દબાણ કરાવ્યાં, હવે શું કરૂં?

કામણગારી છે એમની હર એક અદા, ને છતાંય,
દિમાગે દિલ ખોલી વખાણ લખાવ્યાં, હવે શું કરૂં?

બસ મળી રહે આ ભવ મને ફક્ત પ્રેમ એમનો જ,
એમના માટે દિલમાં મકાન ચણાવ્યાં, હવે શું કરૂં?

થશે એક'દિ આ દિલના ઘરમાં એમનું આગમન,
એ ખ્યાલે "વ્યોમ" તોરણ બંધાવ્યાં, હવે શું કરૂં?

મોત નિશ્ચિત છે, જો એ નહીં મળે આ જીવનમાં,
તો અગાઉથી અમે મસાણ સજાવ્યાં, હવે શું કરૂં?

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111692746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now