સ્રી- શક્તિ

સૃષ્ટિ ની શરૂઆત કેવી રીતે થઇ એનું દરેક ધર્મ માં , વર્ણન છે. સૃષ્ટિ કર્તા ને ઈચ્છા શક્તિ નું એ પરિણામ છે. સૃષ્ટિ માં અનેક પ્રકારના જીવો ઉત્પન્ન થયા છે. પરંતુ એ બધામાં એક સામાન્ય બાબત છે નર અને માદા છે.

આ સૃષ્ટિમાં જન્મેલા દરેક જીવની ભીતર એક ઈચ્છા શક્તિ છે, એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયો ની તન્માત્રા‌ માંથી કંઈક મેળવી સુખી કે આનંદિત થવા માગે છે. એ સ્વભાવિક સહજ અને પ્રાકૃતિક છે.

સ્રી અને પુરુષ ના યુગલ સ્વરૂપ માં આકર્ષક રાખી,એ ભીતરી શક્તિ ના પ્રવાહ માંથી અનેક શરીરો ની ઉત્પન્ન થાય છે , અને કાળક્રમે વિલિન પણ થાય છે.એમાં સ્રી અને પુરુષ બન્ને ની રચના પ્રમાણે એક વિચાર પ્રધાન છે અને બીજું લાગણી પ્રધાન છે.આ બન્નેનો સમન્વય કરીને જ સાંસારિક જીવનમાં સફળતા મેળવી શકાય છે. કોઈ પણ એક બીજા થી અધિક કે ન્યૂન નથી.

એ માતા કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપ છે.ત્રિદેવ એ શક્તિ વગર અધૂરા છે. હંમેશાં તેમની આ શક્તિ ના કારણે જ આ બ્રહ્માંડની ગતિવિધિ ચાલે છે.

જગત માં જેટલું પણ સૌંદર્ય , ઐશ્વર્ય , સમૃદ્ધિ દેખાય છે એ બધું સ્ત્રીત્વ છે.આ પ્રાકૃતિક સૌંદર્ય અને બ્રહ્માંડ ના દરેક લોકો, (૧૪) માં શક્તિ નો જ આવિર્ભાવ થાય છે, દેખાય છે કે હોય છે.

સ્રી શક્તિ એ ઈશ્વરની મહામાયા છે, અને એના વગર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જગતની કોઈ પણ ગતિ વિધિ ચલાવી શકાય નહીં.મનુષ્ય લોકમાં (પૃથ્વી) સ્રી અને પુરુષ બન્ને ના સહયોગથી જ‌ સંસાર માં, વિકાસ કે વૃધ્ધિ શક્ય છે. દરેકની પોતાની મર્યાદાઓ સમજી ને યથાયોગ્ય ઉચિત કર્મો કરવાથી જ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.

પરંતુ કાળના સંદર્ભે જોઈએ તો, સહજ સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ પર અત્યાચાર થતો આવ્યો છે. ધર્મ, રૂઢીચુસ્ત સમાજ ની માનસિકતા ના કારણે સ્રીઓ ને સહન કર્યું છે, અને આજ ના આધુનિક યુગમાં પણ સ્રી પર જાત જાતના ભેદભાવ, કે અત્યાચારો થયા છે.એ માટે પુરૂષ પ્રધાન સમાજ જવાબદાર છે. એ માટે કાયદાકીય રક્ષણ પણ ઘણી વાર નબળું પુરવાર થાય છે.તેથી સ્ત્રીને અબળા, નિર્બળ સમજી દબાવી દેવા માં આવે છે. એ સંસાર દર્પણમાં ‌દેખાય છે.

માનવ ને મન બુધ્ધિ ચિત અને અહં ( અંત:કરણ)
ભગવાને આપ્યું છે. સ્રી અને પુરુષ બન્ને માં એ સમાન ભાવે જ હોય છે. શારિરીક ક્ષમતા બાદ કરતાં માનસિક અને બૌદ્ધિક ક્ષમતા માં ‌સ્રી ની શક્તિ બિલકુલ બરાબર છે. એટલે જ આજે વૈજ્ઞાનિક યુગમાં સ્રી એ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે.

સનાતન ધર્મમાં સ્રી ને માતા લક્ષ્મી ની સ્વરૂપ અને પુરુષને ભગવાન નારાયણ નું સ્વરૂપ મનાયું છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું , ત્યાં લક્ષ્મી નો વાસ નથી.
જે ઘરમાં શાંતિ ના હોય ત્યાં આનંદ કેવી રીતે હોઈ શકે.
ઘણા કુટુંબોમાં ઘરના વડીલ દાદા દાદી કે માતા પિતા બધા નિર્ણય લેતા છે. એમાં મોટા ભાગે જે ઘરોમાં સ્ત્રી ઓની સહમતી અને સંમતિથી નિર્ણય લેવાય તો ઘણા પ્રશ્નો નુ સમાધાન સહજ થઈ જાય છે. અને સુખ શાંતિ સમૃદ્ધિ અવશ્ય મળે છે.
સ્ત્રી માં ત્યાગની ભાવના સહજ હોય છે. સહિષ્ણુતા ઉદારતા અને સમર્પણ એ મુખ્ય ગુણધર્મ સ્ત્રીના છે. જે સમાજ ને, કુટુંબ ને ઉન્નતિ ની ઈચ્છા હોય તો તેણે સ્રી શક્તિ નું યથાયોગ્ય સન્માન કરવું જ પડશે

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111692219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now