મોજ શોખ પૂરા કરવામાં એ સમણું ચોરાઈ ગયું;
સ્વાર્થમાં સૌ ડુબ્યા તો ડાબું-જમણું ચોરાઈ ગયું;

વર્ષામાં ખીલ'તી હરીયાલી અને મહેકતી'તી માટી,
આધુનિકતાની લ્હાયમાં એજ ગામડું ચોરાઈ ગયું;

જે આંગણામાં હસતા ને રમતા મિત્રો સાથે મળી,
શહેરની મોહમાયામાં એજ આંગણું ચોરાઈ ગયું;

પશ્ચિમી સંસ્કૃતિની પાછળ મૂકી છે આંધળી દોટ,
ને ખોટા અનુકરણમાં માથેથી છાપરૂં ચોરાઈ ગયું;

આઝાદીના નામે થતા જાય છે પોતાનાઓથી દૂર,
ધડકતુ'તું દિલ જેના માટે એ આપણું ચોરાઈ ગયું;

સુખ દુઃખમાં રહેતા'તા એકબીજાની સાથે "વ્યોમ"
બંધ થૈ હવે મળવી હૂંફ ને એ તાપણું ચોરાઈ ગયું;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111691772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now