થોડું તો થોડું પણ એ આપે છે જરૂર;
મોડું તો મોડું પણ એ આપે છે જરૂર;

કીડીને કણ ને હાથીને મણ મળેજ છે,
ભાણું તરભાણું મનુને આપે છે જરૂર;

આપવું છે ઝરણ ને ઊભો લૈ ચમચી,
ફોરું તો ફોરું પણ એ આપે છે જરૂર;

વાંસળી બનાવાની છે આવડત તુજમાં,
પોલું તો પોલું પણ એ આપે છે જરૂર;

દેખાડી છે મંઝિલ તો પહોંચાડવા તને,
ઘોડું તો ઘોડું પણ એ આપે છે જરૂર;

નથી હોતાં નસીબ દરેકના ચમકીલા,
ડોળું તો ડોળું પણ એ આપે છે જરૂર;

લખવા તારા ભાગ્ય જાતે તને કાગળ,
કોરું તો કોરું પણ એ આપે છે જરૂર;

નથી બનાયા ચતુર દરેકના મન "વ્યોમ"
ભોળું તો ભોળું પણ એ આપે છે જરૂર;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111691269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now