અહીં તહીં જ્યાં જુઓ ત્યાં બસ કોરોના જ છવાયો છે;
ધ્યાન રાખજો, ન રહેજો ગાફેલ આ મોતનો સાયો છે;

બન્યા વોરીયર્સ ડૉક્ટર, પોલીસ ને સાથે સફાઈ કામદાર,
બધાં વચ્ચે હમેશાં એક વીજ કર્મચારી જ ભૂલાયો છે;

એ પણ લે છે જોખમ છોડી ચિંતા પોતાના ઘરબારની,
છતાં વખાણ તો છોડો વીજ કર્મી હમેશાં વગોવાયો છે;

ઠંડી, ગરમી, વરસાદ હોય કે હોય પછી લોક ડાઉન,
ઘરમાં ના રહેતાં એ હમેશાં ઓન ડ્યુટી જ દેખાયો છે;

થઈ શકે તો કરજો સરાહના વીજ કર્મચારીની "વ્યોમ"
એ પણ છે કોઈ ઘરનો દીપક ને કોઈ માતાનો જાયો છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111690877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now