___________________________________
ગિરિ ના ઉદરમાં સરિતાનો પ્રારંભ શું થયો,
વાટ પકડી નૂતન વહેણ વહેવા લાગ્યું.

નિશાના તમસમાં શશી શું ખીલી ઉઠ્યો,
શૈવલિની નું સલિલ ઝળહળવા લાગ્યું.

ખળખળ વહેતું પવિત્ર ઉદક આગળ શું ખસ્યું,
મીઠો મધુર આરવ પ્રસરવા લાગ્યો.

દૂધ સરીખો શ્વેત ઘાટ શું ગોઠવાયો,
શૈલપુત્રી માં અભિષેક કરવા ને મન લાગ્યું.

એવું તે તરંગિણી નું આનંદદાયી રૂપ શું નીરખ્યુ,
અધીરા હૈયામાં લાગણીના સ્વર ફૂટવા લાગ્યા.
____________________________________

Gujarati Poem by SENTA SARKAR : 111682035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now