પતંગની દોર ફિરકીમાં બંધાઈ ગઈ છે,
ઊંચે આકાશ માં ઉડતી પતંગ કપાય ગઈ છે.

સરકતી દોર હાથમાંથી,
છુટી ને છટકી ગઈ છે,
મારી નવરંગી પતંગ
બેફામ બની ને ઉડી ગઈ છે.

દુધિયા આકાશમાં,
રંગબેરંગી પતંગોથી,
મારી પતંગ ઘેરાઈ ગઈ છે.
અચાનક એક દોર થી,
મારી પતંગ વિટળાય ગઈ છે.

ઊંચે ગગનચુંબી, ઈમારતો ની વચ્ચે,
એક બારી માં,
મારી પતંગ ગરક થઈ ગઈ છે,
એક ઢીલ ની આડમાં,
મારી પતંગ"સ્વયમભુ" અલગ પડી ગઈ છે.

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111680330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now