હોય છે

હજારો માઈલની સફર એક પગલાંથી શરૂ થતી હોય છે,
દિવસની શરૂઆત નવી આશા સાથે થતી હોય છે.

શુન્ય થવું ક્યાં સહેલું હોય છે?
બાકી માંથી બાદ થવાનું હોય છે.

દરેક ની ઊંચાઈ એકસરખી ક્યાં હોય છે,
કોઈ બહાર તો કોઈ અંદર વિસ્તરતું હોય છે.

દર્દ આંખો દ્વારા નીકળે તે કાયર કહેવાતા હોય છે,
દર્દ શબ્દો દ્વારા નીકળે તે શાયર કહેવાતા હોય છે.

વિતાવી દેવી તે ઉંમર હોય છે,
જીવી લેવી તે જિંદગી હોય છે.

જો તિરાડોમાં હુંફ ની સિમેન્ટ ભરાતી હોય,
તો તૂટેલી ઇમારત પણ કરવટ બદલતી હોય છે.

શાન હોય ત્યાં જ માન હોય છે,
સૂરજ ડૂબ્યા પછી અંધારું જ હોય છે.

પૈસો કેટલો વધ્યો છે તેનું ભાન હોય છે,
સમય કેટલો બચ્યો છે તેનું ભાન ક્યાં હોય છે.

ઉર્વશી એચ ત્રિવેદી-

Gujarati Poem by Urvashi Trivedi : 111679646

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now