#ખામી_ક્યાં_છે ?મોટાભાગના લોકો ડિપ્રેશનને કેમ છુપાવે છે?

મોટાભાગ ના લોકો એ હકીકતથી વાકેફ પણ નથી હોતાં કે તેઓ ડિપ્રેશનના રોગી છે.મોટા ભાગે તેઓ એકાંત પસંદ કરતા હોય છે,લોકો જોડે હળવા મળવાનું તેવો પસંદ નથી કરતા.કોઈ કાર્યમાં તેઓ આનંદ અનુભવતા નથી.ડિપ્રેશનના દર્દીઓ પોતાને વ્યક્ત કરી શકતા નથી એ જ એમની બીમારી !

માનો કે તેઓને કોઈ મિત્ર કે સગાવ્હાલા દ્વારા મનો ચિકિત્સક પાસે લઈ જઇ ને એમનો ઈલાજ કરવામાં આવે તે પછી પણ પોતાની બીમારી અન્યોથી છુપાવે છે,કારણ કે આપણા સમાજ માં માનસિક રોગ એટલે ગાંડપણ એવી સમજ ફેલાયલી છે.

આવા લોકોને અપેક્ષા હોય છે કે લોકો મારી વાત સાંભળે પણ કોને વાત કરવી તે અમુક યોગ્ય સમયે નિણીય લઇ શકતા નથી અને કોઇને કહી શકતા નથી.
માટે કોઇ પણ સંજોગોમાં કોઇ પણ ડિપ્રેશની લગતી બીમારી હોય તો તરત જ સગાસંબંધી અથવા મિત્રોની વાત કરવી ડરવું નહિં.

-ભૂખ ન લાગવી,વજન ઘટવું.

-મન ઊદાસ રહેવું, રસની પ્રવૃત્તિઓમાં મન ન લાગવું,

-શકિત-નબળાઇ લાગવી, જલ્દી થાક લાગવો.

-હું કઇ કામનો નથી. એવી લઘુતાગ્રંથિ.

-સતત નિરાશા.

-મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અવી દોષીત હોવાની ખોટી લાગણી

-એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ.

-બોલવું-ચાલવું-વિચારવું ઘીમું પડી જવું કે ઝડપી બની જવું.

-સતત મરણના વિચારો, આપઘાતના વિચારો કે કોશીશ.

જો આવા લક્ષણો જણાય તો તરત જ કોઇ મિત્ર સગાસંબંધીઓને વાત કરી મનને હળવું કરો અને તમારા રસના વિષયમાં પ્રવૃત્તિ શરૂ કરી ધીમે ધીમે
તેમાંથી બહાર આવો અન્યથા કોઇ સારા ડોક્ટરની સલાહ મુજબ તેનું અનુસરણ કરો.

લિ.કલ્પેશ દિયોરા.

Gujarati Blog by kalpesh diyora : 111671832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now