ખુદને શોધી લઉં!

મારી તકલીફો માત્ર ખુદને જ કહું,
મારી નિષ્ફળતાનું દર્દ પણ હું જ સહન કરી લઉં,
છલકતા આંસુને મારા હું આંખોમાં સમાવી લઉં, પણ હવે થાકી ને થાકું નહીં, હારી ને હારું નહીં,
જીવનની આ અનંત કશ્મકશ માં,
હવે દુનિયા ને નહીં, હું માત્ર ખુદ ને સમજી લઉં !

અધુરા સપના ને મારા, આજે ફરી હું મારો ધ્યેય બનાવી લઉં,
ઈચ્છાઓને ઝીલવાની એક નવી આશા જગાવી લઉં,
ખુદને મારી કમજોરી નહીં, પણ તાકાત બનાવી લઉં,
હવે દુનિયાની નહીં,
દર્દમાં પણ મારા નામની પુકાર કરી લઉં !

આજે ફરી મારા અસ્તિત્વનો આધાર હું ખુદને બનાવી લઉં,
મારા જીવનની ડોર સપનાઓથી જોડી લઉં,
ફરી એકવાર મારી સક્રિયતા પર વિશ્વાસ કરી લઉં,
બસ, હવે જીવનનું રહસ્ય શોધતાં-શોધતાં,
હું માત્ર ખુદને શોધી લઉં !

-જીયા વોરા

Gujarati Poem by Jiya Vora : 111671142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now