શૂન્ય આંખોમાં સાચે કોઈ કહાની છે
મૌનમાં છૂપી સાચે ,દિલ રુહાની ‌છે.

શબ્દોની ત્યાં તો, છણાવટ નકામી છે,
ભાવે ઊર્મિમાં લખેલી , સુહાની છે.

નજર કોઈ કોયડા ને , ઉકેલતી જ્યાં,
ત્યાં ઉખાણાં જેમ , જોતી જુબાની છે.

જોતાં દ્શ્યો આંખો માંહી સમાવે ક્યાં?
સાક્ષી ભાવે જોતા, તાર્કિક નિષ્કામી છે.

સત ના માર્ગે, પારખાં હોય છે દોસ્તો,
વૃત્તિ સમતા માંહી, આનંદ ને પામી છે

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111668621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now