"તમે ક્યારેય તમારા મનને જોયું છે...!!"

આપણે હંમેશા લોકોને કહેતા સાંભળ્યા હોય છે કે, "આજે મારુ જરાય મન નથી.આજે મન ઉદાસ છે.આજે મન ગભરાય છે.આજે મન ખુશ છે." આ દરેક વાક્યોમાં કેન્દ્ર સ્થાને "મન" છે. હવે સવાલ એવો થાય કે, "મન એટલે શું ?? તમે ક્યારેય તમારા મનને જોયું છે ?? આપણે આપણા શરીરના દરેક ભાગને જોઈ શકીએ છીએ.સ્પર્શી શકીએ છે.પરંતુ મનને આજ સુધી કોઈએ જોયું નથી.મોટા મોટા વૈજ્ઞાનિકો પણ મનની વ્યાખ્યા આપી શક્યા નથી .આપણા ગુગલ મહારાજ પાસે પણ મન કેવું દેખાય છે, એનો જવાબ નથી.

ઘણા લોકો મગજ એ જ મન છે એમ માને છે. મગજ એ ખોપરીમાં આવેલો, આછા ગુલાબી રંગનો, ત્રણ પાઉન્ડ વજનનો આપણા શરીરનો એક ભાગ છે.મગજ એક જગ્યા પર સ્થિર છે.જ્યારે મન સ્થિર હોતું નથી.ઘણી વાર આપણે કોઈ એક જગ્યાએ બેઠા હોઈએ ત્યારે આપણા શરીરના મગજ સહિતના દરેક અંગો આપણી સાથે એ જગ્યા પર સ્થિર હોય છે.જ્યારે મન એ જગ્યાએ હોતું નથી.એ તો બીજે જ ક્યાંય ભટકતું હોય છે.એટલે મગજને મન કહેવું એ ખોટું છે.

મન ઉપર આજ સુધી ઘણા બધા ગીતો પણ લખાયા છે.એક પ્રાર્થનાના શબ્દો છે કે, "હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે..." આ પ્રાથનામાં મનની અપાર શક્તિની વાત કરવામાં આવી છે.ગુજરાતી ગીત તરફ નજર નાખીએ તો એક ગુજરાતી ગીતના શબ્દો છે કે, "તારી પ્રેમ ભરી મીઠી મીઠી વાતે મારુ મન મોહી ગયું." ખરેખર આપણું આ ચંચળ મન વાતોમાં મોહી જ જતું હોય છે.આ ઉપરાંત મને એક હિન્દી ગીતની પંક્તિઓ પણ યાદ આવે છે. "હો ચલે ઠંડી હવા, હો સંગ મન ભી ગયા.ભાગે રે મન કહી આગે રે મન ચલા ,જાને કિધર, જાનું ના...." આ હિન્દી ગીતની પંક્તિઓની જેમ આપણું મન પણ સતત ભાગતું જ હોય છે.આપણે ઘણી વાર મનને મનાવી શકતા નથી.ઘણા લોકો કહેતા હોય છે કે, "મન ઉપર વિજય મેળવી શકાતો નથી." પણ મન ઉપર વિજય મેળવવો જ કેમ...?? મન આપણું પોતાનું છે.એ કંઈ આપણું દુશ્મન નથી. આપણે મન સાથે મિત્રતા કરવાની છે.હરીફાઈ નહીં.

મનને સ્થિર રાખવાની પણ કોઈ જરૂર નથી.માત્ર મનને એક વળાંક આપવાની જરૂર હોય છે.સારા વિચારો,સારું વાંચન, સારા કર્મો,બીજાનું ભલું કરવાની ભાવના,કોઈના ચહેરા પર સ્માઈલ લાવવી. આ દરેક વસ્તુ મન માટે એક વળાંક છે.મન એ બીજું કંઈ નથી પણ આપણે પોતે જ છીએ.મન એ આપણા જીવનનું દર્પણ છે.અને આપણી જાત ,એ દર્પણમાં ઉભી છે.મન આપણું છે.મનના વિચારો પણ આપણાં છે.મનને ક્યાં અને કેવો વળાંક આપવો એ પણ આપણાં જ હાથમાં છે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

તોરા મન દર્પણ કહેલાયે
મન હી દેવતા ,મન હી ઈશ્વર
મનસે બડા ન કોય
તોરા મન દર્પણ કહેલાયે

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111666793
Kamlesh 3 years ago

વાહ!!! અદ્દભુત મનની વ્યાખ્યા આપી!!!👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now