ક્યાંય તમારું મન કુપોષણનો શિકાર તો નથી ને...!!

સવારે જીમમાં જવાથી માંડીને રાત્રે ભરપેટ ભોજન સુધી આપણે સૌ આપણા શરીરની બરાબર કાળજી રાખીએ છીએ.જરાક વજન વધે એટલે સ્ટ્રીક ડાયટ ફોલો કરીએ છીએ.રોજ અરીસામાં આપણને જોઈને આનંદ થાય છે.પણ જરાક વિચારો આતો શરીરની કાળજી થઈ. આ શરીરની અંદર રહેલા મનનું શુ...!! તમને નથી લાગતું કે, "આપણું મન દિવસે ને દિવસે કુપોષિત થતું જાય છે.!!"શરીરની કાળજી રાખવામાં આપણે મનનું ધ્યાન રાખવાનું જ ભૂલી ગયા છીએ.જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે એમ મનને પણ સારા વિચારોની જરૂર પડે છે.હવે ,તમને એમ થાય કે,"આ સારા વિચારો લાવવા ક્યાંથી...??" તો એનો એક માત્ર જવાબ છે વાંચન.

આજની વ્યસ્ત જિંદગીમાં આપણે સૌ વાંચન અને પુસ્તકોને ભૂલી ગયા છીએ.પુસ્તકોની જગ્યા આપણે સૌએ સોશિયલ મીડિયાને આપી દીધી છે.એક વાત યાદ રાખજો કે, જેટલા પણ મહાન વ્યક્તિઓ થઈ ગયા એમના જીવન તરફ નજર કરીએ તો એ બધા પણ ક્યાંકને ક્યાંય વાંચન અને પુસ્તકો સાથે જોડાયેલા હતા.આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન વાંચનને કારણે જ બદલાયું છે.ગાંધીજી જ્યારે દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા હતા ત્યારે તેમણે જોન રસ્કિન નામનાં રશિયન લેખકનું "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તક વાંચ્યું હતું.આ પુસ્તક વાંચ્યા બાદ જ ગાંધીજીન વિચારો બદલાયા હતા.આપણા રાષ્ટ્રીય શાયર "ઝવેરચંદ મેઘણી સાહેબ " પણ પોતાના રોજીંદા ખર્ચામાં કાપ મુકીને પુસ્તકો ખરીદતા હતા.માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સએ પણ પોતાના જીવનમાં વાંચન અને પુસ્તકોને મહત્વ આપ્યું છે.


પુસ્તક એ અરીસા સમાન છે.જેમાં તમે તમારા મનને જોઈ શકશો.વાંચવું એ એક જગ્યા પર બેસીને દુનિયા ફરવા જેવું અદભુત કામ છે.એક અમેરિકન લેખકએ કહ્યું છે કે, "જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.” નોબલ-પ્રાઇઝ વિજેતા આલ્બર્ટ આઇન્સટાઇને પણ કહ્યું છે કે, "પુસ્તકો આપણાં જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે." ગાંધીજી પણ કેહતા હતા કે, "પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય વધારે છે."

અંતે બસ એટલું જ કહીશ કે, આ આભાસી સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવીને જરાક પુસ્તકોમાં ડુબકી લગાવીને તો જુઓ.આપણે વાંચીશું તો જ આપણી આવતી પેઢી પણ વાંચન નું મહત્વ સમજી શકશે.નહિતર એ દિવસ દૂર નથી જ્યારે તમારા બાળકને માટે પુસ્તક એ માત્ર બે પૂંઠા વચ્ચેનો સિલેબસ બનીને રહી જશે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

જિંદગી ભી આજકલ
ગિનતીયો સે લૂમ કે
ગણિત કે આંકડે કે સાથ
એક આધા શેર પઢ રહી હૈ
મેં સહી ગલત કે પીછે
છોડ કે ચલી કહેરિયા

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111663252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now