લાગણીના બીજ રોપાયાં છે આ ધરતીમાં
હવે વરસાદ આવે ના આવે, શું ફેર પડે છે !
પ્રેમના પર્ણો ફેલાયા છે આકાશમાં
હવે વાયરો આવે ના આવે, શું ફેર પડે છે !
એની આંખનું કાજળ હસી રહ્યું છે મારી આંખોમાં
હવે ઊંઘ આવે ના આવે, શું ફેર પડે છે !
ચહેરાનું નૂર ટપકે છે એના ગાલ પર
હવે તડકો આવે ના આવે, શું ફેર પડે છે !
એના સ્મિતની લહેરખી પથરાઈ છે મારા દિલમાં
એ જાતે આવે ના આવે, શું ફેર પડે છે !
મારી હૈયાની દોર આપી દીધી છે એના હાથમાં
હવે એ હા પાડે કે ના, શું ફેર પડે છે !!

-Vijita Panchal

Gujarati Romance by Vijita Panchal : 111660921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now