..કુદરતી  કરામત ને નિહાળી રહી હતી.  આ કુદરત આપણને હરેક ૠતૂ મા,  હરેક દિવસ કે પછી હરેક પળ એની  સુંદરતા,ઉદારતા, ચારે કોર ફેલાયેલા  પ્રેમની સુવાસ નો અનુભવ કરાવે છે.

અત્યારે વહેલી સવારે સૂર્યના કિરણે પણ આ ધરતી પર આવવા પા  પા પગલી ભરતા હતા. આજે તો મહેનત વધારે  કરવી પડે છે.
એનું કારણ  કે આજે   ધરતી ઉપર  હિમવર્ષાનું  ((snow / બરફ)) રાજ્ય છે.
હિમવર્ષા ધરતી ઉપર ઉતરે  છે, તે પણ કુદરતી  ઘટના છે.

બરફના આગમન થી ધરતી માતા એ જાણે સફેદ ચાદર પહેરી ઓઢી લીધી હોય.

પવિત્રતા, સૌંદર્ય અને  દિવ્યતાનુ દ્રશ્ય.
પ્રકૃતિ ની શોભા વધારતું  અનેક સુંદર દ્રશ્યમાનું બીજું  અતિ સુંદર દૃશ્ય જંયા ....
આકાશ અને ધરતી મળે છે અને હિમવર્ષા ધીમો ધીમો પ્રકાશ આપે છે.  અને વિશાળ અંધકાર ને હરાવી ને દૂર ફેંકી દ્યે છે.
આ કુદરતી નઝારો, ઈશ્વરે આપેલી એક  ભેંટ.  અને એ ઈશ્વર નો  આભાર માની હું  ઘર  તરફ જવા માટે નીકળી પડી.

Gujarati Good Morning by Usha Dattani : 111660232
Usha Dattani 3 years ago

રંજનબેન ખૂબ આભાર દિલ થી.....

Ranjan 3 years ago

Amazing prose. This is attachment to nature. We all are blessed to have such glimpse to write an Ode to Nature. This reminds me of my SSC prose by Ravindranath Tagore- to be attached and experience the soft swift nature.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now