*ટૂંકી વાર્તા*

એક નાનો તથા અતિ ગરીબ પરીવાર ધરાવતી સ્ત્રીએ,જરૂરી મદદ માટેની તમામ ધીરજનો અંત આવતાં.... ;

એક વાર "ઠાકોરજી”ની મદદ માગવા , રેડીઓ સ્ટેશને ફોન કર્યો..

એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો.

તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક
ઉડાવવાનું નક્કી કર્યું.

તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી, પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી.

પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી.તેણે કહ્યું: "જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે ?

તો, ત્યારે જવાબ આપવો કે એ "શેતાને"મોકલાવ્યું છે..!!"

સેક્રેટરી એ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી.

ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ.

આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.
સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ.........,
જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે.. અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું ,

"શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?"

ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો :
"ના.."
આ જેણે મોકલાવ્યું
હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો.. મને એની પરવા નથી,
એ જે કોઈ પણ હોય....!!
કારણ કે..;
જ્યારે મારા “ઠાકોરજી” હૂકમ કરે ને ત્યારે.. શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!!

🚩 જય શ્રી કૃષ્ણ🚩

✍🏻*#કૃણાલમેવાડા *

Gujarati Story by #KRUNALQUOTES : 111656600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now