આજ નો યુગ એ સોશ્યિલ મીડિયા નો યુગ છે. દરેક યુવક યુવતી એ પોતાનું નામ થી આખું વિશ્વ પરિચિત થાય તે દરેક ની ઇચ્છતા હોય છે. કોયક વિડિઓ કે કોયક મોડેલ બની ને કે કોયક ફિલ્મ માં આવી ને પોતાન નામ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હોય છે.

મીત્રો આપડે આ વાર્તા એ એક ગામડા ના છોકરો કેવી રીતે આગળ વાઘી ફિલ્મ જગત નામ કમાવે છે. એને તે ગામડે થી ફિલ્મ સુધી પોંહચવા પડતી મુશ્કેલીવો તે વર્ણવા કરવાં માં આવ્યુ છે. કેટલા રમુજી પ્રસન્ન પન ઉત્પન્ન થાય છે. આ વાર્તા વાંચી ને ચોક્કસ તમને મજા આવશે આવી મારી આશા છે.

એક રાનીપર નામ નામ નું ખુબ જ નાનું ગામડુ હતું. ગામડા માં પચાસ કે સીતેર ઘર હતા. નદી ની પેલે બાજુ કાળું જમાદાર નું ઘર હતું. તે ને સાત સંતાન હતા.તે માં બે દીકરા એને એને પાંચ દીકરી ઓ હતી. તેના સૌથી નાના દીકરા નું નામ જગદીશ હતું.પણ બધા ગામડા વાળા તેને જાગો કહીને બોલાવતા હતા.જાગો એ ફિલ્મ જોવાનો ખૂબ જ શોખીન હતો. તે બાજુ ના શહેર માં અભ્યાસ કરવા માટે જતો.સામાન્ય રીતે બાળકો એ રવિવાર ની રાજા ની રાહ જતા હોય પન જાગો એ શુક્રવાર ની રાહ જતો હતો. એ વાત સાચી હતી કે ટોકીઝ એટલું બધું મોટુ ના હતું પન જાગ એ ફિલ્મ જોવાનો શોખીન જીવડો તે દર શુક્રવારે ઘરે થી શાળા જવાનુ કહીને ફિલ્મ જોવા વિયો જતો ફિલ્મ ટિકેટ એ સાત રૂપિયા હતી.આ ટિકેટ ના રૂપિયા માટે તે દર ગુરુવાર જાગો તેના બાપુ કાળુંજમાદાર પાસે જય ને કહેતો... ''અરે ઓ બાપુ તમે સાવ દુબલા પડી ગયા એટલું બધું કામ ના કરો લવ આપો મને હવે તમારો જાગો પન મોટો થઈ ગયો હો "આ વાત સાંભળી કાળું જમાદાર સમજી જતા જગાને કાલે શુક્રવાર છે એટલે જગા ફિલ્મ જોવા જવું છે. એટલે સાત રૂપિયા આપતા.જેમ જેમ જાગો મોટો થતો ગયો તને પન ફિલ્મી સ્ટાર બનવાનો કિડો જાગિયો એને તે દર વર્ષ દિવાળી માં "મોજીલા ભાયા" નાટક થાતું તેમાં દર વર્ષ તે ભાગ લેતો.

જાગો એ ખૂબ મોટું સપનું જોયું હતું. તો હવે જાગો એ તે સપનું સાકાર બનશે કે નહિ એને સાકાર બનશે તો કેવી મુશ્કેલીવો વેઢવી પડશે તે આપણે બીજા પાર્ટ માં જોઈશું.

લેખક

ફરહાન ઝાખરા

___________________________________________________________
મીત્રો તમને વાર્તા પસંદ આવે તો જરૂર લીક એન્ડ ફોલ્લો કરજો કોમેન્ટ પન કરજો આભાર.

Gujarati Story by Farhan Zakhara : 111655030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now