આ હસતા ચહેરાની પાછળ ન જજો,
તેમાં ઘણા ગમ છુપાયેલા છે;
આ ગમને શોધવા ન જજો,
તેમાં અન્જાન ઘણા ઘવાયેલા છે;
જરૂર પડે જો મદદની આવી જજો,
હજુ હાસ્યના દીપ સંઘરાયેલા છે;
સુખદુઃખની માળા સાચવતા શીખી જજો,
ઘણા મોતી તેમાં પરોવાયેલા છે;
શંકા હોય અમ અતીતને ફંફોળવા આવી જજો,
દિલ પર ઘણા ઘા ઝિલાયેલા છે;
ઘા રુઝવતાં જો ઘા પડે તો માફ કરી જજો,
હજુ મન દર્દના દરિયામાં ફસાયેલા છે;
એ દોસ્ત! કાવ્ય વાંચી જુઠુ હાસ્ય આપી જજો,
એક હાસ્ય જોવા આ નયન તરસાયેલા છે.
-'દોસ્ત'

-Falguni Dost

Gujarati Poem by Falguni Dost : 111646265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now