શ્વાસને વિશ્વાસ એક છે જાણી લો,
આયખું એની કરામત માણી લો;

હોંશે હોંશે હોવું પળપળ જાગતાં,
નિત્ય નિર્મળ આપ માં વિશ્રાંતિ લો;

ખોઇ નાંખી જાત વિસ્મરણે અહીં,
પુર્ણતા પોતામાં સ્મરણો આણી દો;

છે નવાજી મોજ, માણી, મસ્ત રામી,
રોકડા વે'વારો આનંદ, ઉજાણી લો.

શબ્દ મોઘમ ને , ઈશારો શૂન્ય મહીં,
લય ને વિલયે પ્રાણને , પહેચાની લો;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now