આજ ફરી વિચારોના વહેવારમાં ડુબ્યો;
કહો ને કે હું શબ્દોના તહેવારમાં ડુબ્યો;

વિચારીને તને ના વિચારું હું કાંઇ બીજું,
ના જાણે પછી હું કયા વિચાર માં ડુબ્યો?

બેપર્દા શું બન્યાં જમાનાથી એ પર્દાનશીં,
ને આખો જમાનો એના દિદારમાં ડુબ્યો;

વેરી પણ ભલેને મથતો વેર વાળવા માટે,
પરંતુ, હું સદા સંબંધોના પ્યાર માં ડુબ્યો;

ના બગાડી શક્યાં જ્યારે આંધી કે તુફાન,
ત્યારે આવીને હું સાગર કિનાર માં ડુબ્યો;

થાય છે હવે થોભી જાઉં હું પણ પલભર,
ક્યાં સુધી રહું જીંદગીની રફ્તાર માં ડુબ્યો;

મોત પણ શું મારી શકવાનું છે " વિએમ "
જ્યારે હું તો મારા જ ધબકાર માં ડુબ્યો;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111645703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now