કપાઈ ગયો છું, ખોરવાઈ હું ગયો,
સમય‌ માં ખરેખર,ભોળવાઈ હું ગયો.

ઉડી આભમાં પામ્યો ઘણું સન્માન હું ,
ને છુટ્યો જરા ત્યાં, હેબતાઈ હું ગયો.

રમત ગમત છે , સામ્રાજ્ય કાળ માં,
ભવાઈ માં જોને ,જોતરાઈ હું ગયો.

પૂછે છે હિસાબો,જીંદગી જ્યારે અહીં,
ખરેખર કહું તો, ખોરવાઈ હું ગયો.

છુટે છે તુટે છે, રૂઠે છે આનંદ પણ,
હકીકતમાં જોતા ત્યાં સમાઈ હું ગયો.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111644927
Shefali 3 years ago

Superb 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now