ઉતરાણ નો શુભ સંદેશ માનનીય શ્રી રંતિદેવ ભાઇના સૌજન્યથી 🙏

છું પતંગ,
કનકવો હું
માનવ સર્જિત
સાધન રમત ગમતનું!
કન્ના- દોર સંગે બાંધી મને
ઉડાવો ગગન ગોખે તમે
નિજાનંદે !
અને માણી સહેલ ,ભરપેટ ,
ક્યારે ક ,
દઈ દો અંતિમ વિદાય ,
અન્યથી કપાવડાવીને ,
અસમંજસમાં !

પણ માણું ના હું મજા એવી,
તમારી ખેલની બાબત બની !
છે અરમાન મને
પતંગિયું બની
સ્વેચ્છાએ વિહરવામાં !
ના પરેચ્છાએ ગગનવિહારમાં !
પ્રાર્થું તેથી જ હું પ્રભુને
દે અવતાર મને પતંગિયાનો ,
ભલે સ્વલ્પ આયુનો ,
માણું સ્વાતંત્ર્ય સુખ જેથી કરી ,ને
જીવું મુજ જિંદગી અનેરી
મુજ ચાહના , મુજ મનોભાવના થકી !

- રંતિદેવ ત્રિવેદી 'રવિ '

Gujarati Poem by Umakant : 111644316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now