અંત નો પણ અંત હોય છે
કોઈ ક્યાં અનંત હોય છે

પાનખર પણ એક ઘટના છે
બારેમાસ ક્યાં વસંત હોય છે

એમ તો બધા લાગે એક સરખા
ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે

બધુંય એમ સહજ મળતું નથી
નાહક માણસ નો તંત હોય છે

અહીં અવતરવાની શરત હોય છે
સ્વીકારો,સઘળું નાશવંત હોય છે

Gujarati Poem by Parmar Narvirsinh : 111643533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now