કંઇક કરી છૂટવું છે, હવે પાછાં નથી હટવું;
શીખર સર કરવું છે, હવે પાછાં નથી હટવું;

રાહમાં ભલે પાથરેલા હોય કાંટા કે કાંકરા,
મંઝિલે પહોંચવા થી હવે પાછાં નથી હટવું;

મળે મને સફળતા કે ભલેને મળે નિષ્ફળતા,
પણ પ્રયત્ન કરવાથી હવે પાછાં નથી હટવું;

સુખ ને દુઃખ તો છે બે પહલું આ જીવનના,
મોજમાં જીવવા થી હવે પાછાં નથી હટવું;

થશે જરૂર રોશન એકવાર નામ મારૂં "વિએમ"
ત્યાં સુધી પ્રયાસ થી હવે પાછાં નથી હટવું;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111642371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now