#ભારતીય_સંસ્કૃતિ #આપણી_સંસ્કૃતિ


જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.
ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.
પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.
આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.
આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન કરીઍ.

આભાર....🙏🙏🙏

#પ્રિય_પ્રભુ ...

#પુસ્તકસમીક્ષા Dt,09,01,21

Gujarati Book-Review by પ્રભુ : 111641914
પ્રભુ 3 years ago

Yes nice એકદમ correct કહ્યું ...💐✍️✍️👍👌💐💐

પ્રભુ 3 years ago

Thank u sangita ji💐💐

પ્રભુ 3 years ago

Thank u motabhai 💐💐

પ્રભુ 3 years ago

Thank u so much 💐💐

પ્રભુ 3 years ago

Thank u so much 💐💐

Er Twinkal Vyas 3 years ago

Great 👌🏻👌🏻👌🏻👌🏻

Krishvi 3 years ago

ખૂબ સુંદર....

shekhar kharadi Idriya 3 years ago

એકદમ સાચી વાત કહી મિત્ર શ્રેષ્ઠ... કારણે આપણે પોતાની સંસ્કૃતિ ભૂલીને પશ્ચિમની સંસ્કૃતિ પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છે. જ્યાં સંબંધોની મર્યાદા નથી. માન સન્માન નો દરજ્જો નથી, તો પણ તેમની જીવનશૈલી તરફ આકર્ષિત થઇ છીએ અને તેના થી ઉલટું આપણી અનમોલ સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ, તથા વીર માગડા અને પદમાની પર અદ્ભુત પ્રેમ કહાની પર સુંદર ગુજરાતી ફિલ્મ પણ બની છે તેમાં પ્રેમ નું સત્ય ઉદાહરણ પ્રસ્તુતિ કર્યું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now