એક વ્યક્તિ....

મસ્ત મજાની જિંદગી હતી,
એમાં પગલાં એક વ્યક્તિ માંડી ગયો.
"ચાલને, મિત્ર બનીએ " એવું એ કહી ગયો.
મેં કહ્યું , "આ વિજાતીય મિત્રતા સમાજ નહી સ્વીકારે "
એ કહે , "તું સ્વીકાર એ ઘણું છે."
મારી એક "ના" થી એક વ્યક્તિ રિસાય ગયો.
જાણે - અજાણે મને નફરત એ કરી ગયો.
જે કહેતો હતો, "તારા માટે માન છે..."
એ એક વ્યક્તિ બદનામ મને કરી ગયો.
"હું કરું છું તો તું કેમ નહીં કરે...!!"
પ્રેમમાં પણ વ્યવહાર હોય એવું એ સમજાવી ગયો.
હતો એક વ્યક્તિ...
જે મારી એક "ના" થી મને તરછોડી ગયો.
મેં પૂછ્યું , "પામી લેવું એ જ પ્રેમ હોય...??"
જવાબમાં, "તું મારા લાયક નથી એવું એ જણાવી ગયો..."
હતો એક વ્યક્તિ...
જે મને અલવિદા કહી ગયો.

-SHILPA PARMAR "SHILU"

ખાસ નોંધ : ઉપરોક્ત દર્શાવેલ રચનામાં ઉલ્લેખનીય ઘટનાનો લેખકના જીવન સાથે કોઈ સંબંધ નથી.

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111639211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now