ન આવે

સારા કર્મો ની સુગંધ ફેલાવી જીવન જીવી જઈએ,
અત્તર છાટીને જીવીએ તો પણ રાખમાંથી સુગંધ ન આવે.

ગણિતનું જ્ઞાન સંબંધો વચ્ચે ન આવે તો,
જીવનમાં તકરારનો વખત ક્યારેય ન આવે.

જમીન અને ખાતર બંને સારા હોય પણ પાણી ખારું હોય,
તો છોડવામાં ફૂલ ક્યારેય ન આવે.

અપેક્ષા રાખીએ તો માનવીનું તળિયું મપાઈ જાય,
નહીંતો તેની ઊંડાઈ નું માપ ક્યારેય ન આવે.

ઘર નાનું હોય કે મોટું મીઠાશ ન હોય તો,
કીડીઓ પણ ન આવે.

બંધ મુઠ્ઠી માં રાખેલા પ્રેમ અને લાગણી ને વહેંચી દો,
ખુલ્લી હથેળી એ જવાનું છે, ભેગું કાંઈ ન આવે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111638707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now