2020 એક યાદગાર વર્ષ બનીને રહેશે મારા માટે... ઘણી બધી યાદો છે આ વરસની એમાં પણ માર્ચથી લઇને ડિસેમ્બર સુધી તો આ વર્ષ ઘણું ખરું શીખવી ગયું .અને આત્મનિર્ભર હોવાનું મને ગર્વ પણ અપાવતું ગયું .અને એનો જશ પણ આપતું ગયું. નહોતું વિચાર્યું કે ઘણા માટે આ કઠિન વર્ષ છે પણ મારા માટે મારા દ્વારકાધીશ કેટલું સરસ અને સરળ આ જીવન બનાવ્યું પાછલા કેટલાક વર્ષોના સંઘર્ષો એ ઘણું ખરું દુઃખ આજીવન માટે ઉભું કર્યું પણ હે દ્વારકાધીશ તે મને આ વર્ષ દરમિયાન એનો જાણે બોધપાઠ શીખવવો હોય એવું મારું આ વર્ષ વ્યતીત થયું. મને ઘણા બોધ મળ્યા આ વર્ષ દરમિયાન પણ મનને મેં પહેલેથી જ મક્કમ કરી રાખ્યું છે કે ,હું જેવી છું એવી જ રહીશ અને એનાથી કોઇ જ ફર્ક નથી પડવાનો કે મારા વિરોધીઓ મારા વિશે શું વિચારે છે Bindu 🌺 કારણકે મારો દ્વારકાધીશ હંમેશા મારી સાથે જ છે માટે હું હર હંમેશ આભારી રહીશ દ્વારકાધીશની. સાથે સાથે એ કહેવાનું પણ હું ચુકીશ નહીં કે હે દ્વારકાધીશ !તે મને સુંદર પરિવાર સુંદર બાળકો અને ખૂબ સારા આત્મજનો અને સ્વજનો આપ્યા આ વર્ષ દરમિયાન જે નવા મળ્યા છે તેમનો સાથ નિભાવીશ પણ જે જૂના સંબંધો છે તેને તો હું આજીવન અકબંધ રાખીશ.
અને હે દ્વારકાધીશ ! બસ તું આમ જ મારી સાથે રહેજે પછી ભલે દુઃખ હોય કે સુખ.જય દ્વારકાધીશ 🙏 ૦૮:૨૨

Gujarati Blog by Bindu _Maiyad : 111636726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now