#આત્મનિર્ભય

આત્મનિર્ભય એટલે ભયમુક્ત.....
લોકો આત્મનિર્ભર થવાની વાત કરે છે પણ હું આત્મનિર્ભય બનવા કહું છું કેમકે કદાચ આપણે આત્મનિર્ભર તો બની જઈએ છીએ પણ કદાચ આત્મનિર્ભય હજી નથી બની શક્યા.....!

  ભય છે કેટલીય જાતનો મનમાં હજુ પણ સમાજનો ડર, ભવિષ્યનો ડર, ભૂતકાળમાં શું થયું એનો ડર, સ્વાસ્થ્ય વિશે નો ડર, ઈચ્છા ન પૂર્ણ થવાનો ડર, મૃત્યુ થવાનો ડર અને ખાસ તો કંઈ નવું કરવાનો અથવા તો પોતાની લડાઈ (સાચા હોવાની) માટે નો ડર.....

ભય મુક્ત જીવવા માટે જરૂરી છે સકારાત્મક અભિગમ એટલે કે positive attitude in life. લોકોને આપણે સમજાવવા કરતા આપણે જાતે જીવનમાં way of living  અને પોઝિટિવ થિંકિંગ રાખવું પડશે.
કોઈ પણ પરિસ્થિતિમાં જીવવા માટેનો સકારાત્મક અભિગમ રાખવો અને પરિસ્થિતિની કઠોરતા માંથી બહાર આવવું એ વ્યક્તિને આત્મનિર્ભય બનાવી શકે છે.
એના માટે સમય અને સંજોગો સાથે પોતાનામાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. આત્મનિર્ભય વ્યક્તિ બંધનોથી મુક્ત હોય છે- વિચારવા માટે અને કંઈક નવું કરવા માટે તેથી, પોતાની જાતને પહેલા આત્મનિર્ભય બનાવવી જોઈએ....

એ માટે આપણે જ દરેક પરિસ્થિતિમાં અડગ અને વિશ્વાસપાત્ર પોતાની જાત તરફ રહેવું પડશે.....!


- "બિની"

Gujarati Thought by Binal Dudhat : 111636629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now