ઈશ્વર શારિરીક કે માનસિક સક્ષમ બનાવે એની પાછળ કંઈક જવાબદારી અને ઉદ્દેશ હોય છે એ વાત ગળે ઊતારી લેવાંમાં જ સમજદારી છે, અને સ્વયમથી ઓછી ક્ષમતા વાળા જીવ પર અત્યાચાર એ નરી નબળાઈ છે
બીજા જીવોની સરખામણીમાં
માણસ વધારે સક્ષમ હોવા છતાં સતત પ્રકૃતિનો ફાયદો લેવામાં જ માન્યો છે મતલબ હવે જનીનદ્રવ્યમાં ભળ્યો છે
અરે જેની માણસને જરૂર નથી એ જીવ! અજાણતા જ નીંદણ બની ને ક્યારે સમગ્ર જાતિ સમેત જડ મૂળથી ઉખાડી લેવાશે એ આ વ્યસ્તતા ભરી જિંદગીમાં ખબર પણ નહીં પડે..
ક્યાંક ખરેખર માનવતા દેખાય તો પણ પહેલો વિચાર એ જ આવે કે એના પાછળ કંઈક સ્વાર્થ તો નઇ હોય ને!

પોતાનું યોગદાન આપવું તો દુરરરર... દરેક જીવ પાસેથી અપેક્ષા! થઈ ને? વાટકી વગર ની ભિક્ષા!?
માટે દરેક વ્યક્તિ જો માત્ર પોતાની આસપાસનાં જીવોની સંભાળ લેવા જેટલી ધગશ દેખાડે.. તો પણ કદાચ અન્ય જીવ સાથે માનવ તરફથી થયેલા અન્યાયની અંશતઃ ભરપાઈ કરી શકાય! ~ Heli Amarcholi

Gujarati Motivational by Heli : 111636482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now