જોઈ વાટલડી, ઊભી રે હું દ્વારે;
ક્યારે પધારે, મારે ઉરને આંગણીયે...
હો...માવડી રે....મારી રાંદલ ભવાની...

ફૂલડાં વેરાવી ને, તોરણ બંધાવું;
કુમકુમ કેરાં, સાથિયા પુરાવું...
દિવડાં પ્રગટાવી ને, આરતી ઉતારૂં;
કુમકુમ ચોખલીયે, તમને વધાવું...
હો..માવડી રે...મારી રાંદલ ભવાની...

શુભ પ્રસંગે, માઁ ને હું નોતરૂં;
લોટા તેડાવું ને, કુમારીકા જમાડું.
માડી નાં મઢ ને, પ્રેમથી શણગારું;
સૌભાગ્ય કેરાં, શણગાર ધરાવું...
હો....માવડી રે...મારી રાંદલ ભવાની...

શ્રીફળ વધરાવું ને, છત્તર ચડાવું;
ખીર ને પળનાં, ભોગ ધરાવું...
હમચી ખૂંદાવું ને, ગરબા ગવડાવું;
સ્તુતિ ચાલીસાનાં, પાઠ કરાવું...
હો....માવડી રે...મારી રાંદલ ભવાની...

કર જોડી વિનવે "લાડુ", માડી તમે આવો;
દર્શનિયા આપી ને, પાવન કરાવો...
રાખજે અમર મારો, ચૂડી ને ચાંદલો;
આપજે માઁ તું, પગલી ને પાડનાર...
હો...માવડી રે....મારી રાંદલ ભવાની...

©✍️- ખ્યાતિ સોની "લાડુ"
૨૯/૧૨/૨૦૨૦

Gujarati Song by Khyati Soni ladu : 111635536

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now