ઉકેલ મુંઝવણનો, છે ગીતાજી!
જવાબ સવાલોનાં, છે ગીતાજી!

પ્રેમનો સંદેશ, છે ગીતાજી!
સમયનો સાર, છે ગીતાજી!

જ્ઞાનનો ભંડાર, છે ગીતાજી!
અજ્ઞાનતાનો નાશ, છે ગીતાજી!

ભક્તિની શક્તિ, છે ગીતાજી!
આત્માની મુક્તિ, છે ગીતાજી!

જીવનનો મહિમા, છે ગીતાજી!
મૃત્યુનો સંદેશ, છે ગીતાજી!

કર્મનો સિદ્ધાંત, છે ગીતાજી!
ધર્મ-અધર્મની વાત, છે ગીતાજી!

એક વાર જો વાંચે, કોઈ ગીતાજી!
મળે બધાં જ જવાબ, એમાંથી!

પ્રભુ મુખે જન્મેલી, ને ગવાયેલી!
આજના શુભદિને, છે ગીતાજી!

પ્રભુની વાણી, છે ગીતાજી!
કૃષ્ણનું પ્રતિબિંબ, છે ગીતાજી!

©✍️-ખ્યાતિ સોની"લાડુ"
૨૫/૧૨/૨૦૨૦

Gujarati Religious by Khyati Soni ladu : 111633392
shekhar kharadi Idriya 3 years ago

यथार्थ प्रस्तुति

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now