*-------- મોહતાજ નથી ---------*
*અલગારી છું હું પંખી એકલો*
*આજ ભલે નેં કોઈ સંગાથ નથી*
*આતમ બળ મળ્યું અખૂટ મને,*
*મેં છુપાવ્યું દિલે કોઈ રાઝ નથી,*
*ડરતો નથી હું કોઈ દુશ્મન થી,*
*નેં મોત નો કોઈ ઈલાજ નથી,*
*આ રંગ બદલતી દુનિયા માં,*
*તમારી કદરનો હું મોહતાજ નથી......!*
*કરગરવું નાં કોઈની પાસે*
*ના લંબાવ્યું મારું ક્યાંય હાથ,*
*અહેસાન કરી નેં આપતા નહીં,*
*મને કયારેય આપનો સાથ,*
*વિપત પડે નેવિનવણી કરું,*
*એવો દંભી મારો સ્વભાવ નથી,*
*આ રંગ બદલતી દુનિયા માં,*
*તમારી કદરનો હું મોહતાજ નથી......!*
*પથિક છું અગમ પથનો હું,*
*જાણુ છું મંજીલ નો હું ભેદ,*
*નાં મદદ જોઈએ ક્યાં આપની,*
*નથી વાંચવા મારે કોઈ વેદ,*
*છું નિજાનંદ માં જ મસ્ત નેં,*
*મને જોઈતા તમારા તાજ નથી,*
*આ રંગ બદલતી દુનિયા માં,*
*તમારી કદરનો હું મોહતાજ નથી......!*
*ઉપકાર કરશો ના કોઈ ક્યાં,*
*ના દેતા મને કોઈ દાન,*
*કરગરી ને હું માંગીશ નહીં,*
*કોઈ માન અને સન્માન,*
*છું દોસ્ત કાજ દિલદાર હું*
*પણ ગદ્દારો નો યાર નથી,*
*આ રંગ બદલતી દુનિયા માં,*
*તમારી કદરનો હું મોહતાજ નથી......!*
*---------- રચના ------------------*
*હરેશ. સી.જોશી ભવાનીપર*
*અબડાસા

Gujarati Poem by Naranji Jadeja : 111631432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now