એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું ...

તેના પિતાએ તેને હસતાં કહ્યું , * " બેટા , એક સફરજન મને આપ તો ... " * બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું .... !!!!!!

તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું .... !!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગયા , જાણે આઘાત ન લાગ્યો હોય ... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્ય થઈ ગયું હતું ...

બસ ત્યારે ...... તેના આ નાનકડા બાળકે ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું ,

* " આ લો પપ્પા ... આવડુ આ વધારે મીઠું છે ... ! " * * કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ . અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ ... *

કોઈએ કેટલું સરસ કહ્યું છે ...

* " નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં ... !!! " *

#CP

Gujarati Story by Pem Patel : 111629613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now