આભમાં એક અહેસાસ છે,

ધરતીને પામવાનો,

છતાંય દુરી ભરખમ છે,

જોતાં ક્યાંક મેળાપ છે,

છતાંય ક્ષિતિજ કોરી જ છે,

માયૂસી રાતે વધી જાય છે,

પણ ચાંદનીમાં રોશની ઝલકાય છે,

દિનના અજવાસમાં તેજ છે,

પણ ધગતી ધરા અકળાય છે,

બધું સરીખું એમ જ હરખાય છે,

ને આશાના ઓરતા મલકાય છે,

ભલે મિલાપ નથી ક્યાંય ,

તોય જોડે રહેવાનો વિશ્વાસ છે,

પ્રેમની ઝાંખી કરતો નાદ છે,

ને એમાં સુંદરતાનો શ્વાસ છે!

- સેતુ

Gujarati Poem by Setu : 111627951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now