વર્ષોં પછી મળી હતી હું આજે સમીર ને અને તેની બહેન ને,મને જોઇને તે થોડી અચકાઇ. અમે બંને અમારી યુવાની માં ગાઢ પ્રેમ માં હતા.તે ખુબ જ અમીર હતો,અને હું સામાન્ય.એ મને ખૂબ પ્રેમ કરતો મને ભણવા માં પણ મદદ કરતો. અમે એક્બીજાથી અલગ પડવા જ નતા માગતા. એની બહેન ખૂબ લાલચુ હતી. અને હું પૈસા માં ભાગ પડાવીશ એ બીક હતી,  આમ પણ જેને હું મારા પરિવાર ને લીધે મૂકી ને નિકળી ગઇ હતી, જેણે મને ખૂબ જ પ્રેમ કર્યો હતો, મારી માટે બધું કરી છૂટવા તૈયાર હતો, બસ માત્ર એક જ કારણ હતું કે અમારી જ્ઞાતી અલગ હતી, અને એ કારણે મારા પપ્પા ની સખત મનાઈ હતી. આથી હું ઉપરવટ ન જઇ શકી. એ આજે મારી માટે જ જીવતો હતો. હું એનાં શ્વાસ માં વણાઈ ચૂકી હતી આજે મને ખબર પડી કે  મારા મૂકી ને જવાના ગમ માં પાગલ સાબિત થઈ ચૂક્યો હતો, અને ઘણી બધી મિલ્કત નો માલિક હતો એટલે એની બહેન પૈસા માટે જ એને સાચવતી હતી.  મને મારા પપ્પા એ મને તે ને છોડવા મજબુર કરી હતી, આ તો એની મહેનત ને સાકાર કરવા મને સરકારી નોકરી મળી ગઈ હતી અને આ ગામમાં બદલી થઈ હતી,અચાનક જ આજે એની બહેન સમીર ની હયાતી નું સર્ટીફીકેટ લેવા મારી જ પાસે આવી, અને મને મારી હયાતી નું સરનામું પણ મળી ગયું. મારા અને એના બંનેની હયાતી ના સરનામાં હવે એક કરવાના હતા.

Gujarati Story by Dipti N : 111624336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now