ઝાકળ પર સવાર થઈને સપના ફરવા નિકળ્યા..
કેમ નિરખું એને ચહેરા બધાના ઝાંખા નિકળ્યા..

ધબ્બ દઈને પડયા પાન પરથી જ્યારે,,
ખુલી ગયા બિડાણ સાવ ખોરા નિકળ્યા...

ધૂળમાં ભલે ને રગદોળાયા જાતે તો પણ અંતે કોરા નીકળ્યા...

કેમ જીવાય આવા સપનાને
ભરોસે ??
જ્યાં મીઠા લાગતા સંબંધો મોરા નીકળ્યા...
વિશ્વાસને શ્વાસ બેય બાખડયા ત્યારે "સહજ"
એ સપના સાવ ફોરા નીકળ્યા...

-શિતલ માલાણી

Gujarati Poem by શિતલ માલાણી : 111617747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now