Astrological measures for mind, how to pray to ganesh, ganesh puja tips......

માત્ર માતા સરસ્વતીની જ નહીં, ગણેશ અને હનુમાનજીની પૂજાથી પણ તેજ થાય છે બુદ્ધિ

ઘણા લોકો એવા છે જેમની યાદશક્તિ નબળી હોય છે, મોટાભાગની વાતો તે ભૂલી જાય છે. યાદશક્તિ વધારવા માટે પ્રાચીન સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓનું પાલન કરવાથી બુદ્ધિ સારી થઈ શકે છે. જ્યોતિષમાં બુદ્ધિનો કારક ગ્રહ બુધને માનવામાં આવે છે. કુંડળીમાં બુધની સ્થિતિ શુભ હોવા પર વ્યક્તિને મગજ સાથે સંબંધિત કામમાં ખૂબ ફાયદો મળે છે, જ્યારે અશુભ બુધના કારણે વ્યક્તિની બુદ્ધિ નબળી રહે છે. જાણો યાદશક્તિ વધારવા માટે ક્યા-ક્યા કામ કરી શકાય છે.

- યાદશક્તિ વધારવા માટે સૌથી સારી રીત છે ધ્યાન કરવું. રોજ સવારે થોડી વાર મેડિટેશન કરવાથી મગજને શાંતિ મળે છે અને તે ઝડપથી કામ કરવા લાગે છે.

- ગણેશજી સુખ-સમૃદ્ધિ અને બુદ્ધિના દાતા છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ગણેશજીને દૂર્વા ચઢાવો અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો.

- રોજ સવારે ઊઠતા જ બંને હથેળીઓ જુઓ. તેનાથી મહાલક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીની કૃપા મળે છે અને બુદ્ધિ તેજ થાય છે.

- માતા સરસ્વતીને કેસરી ચોખાનો પ્રસાદ ધરાવો. તેનાથી દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે અને બુદ્ધિ સાથે સંબંધિત કામમાં લાભ મળે છે.

- બુધ ગ્રહના દોષ દૂર કરના માટે કોઈ કિન્નરને લીલી બંગડીનું દાન કરો.

- હનુમાન ચાલીસાના આ દુહાના રોજ 108 વખત જાપ કરો.

बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोही, हरहू कलेश विकार।।

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111617406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now