શ્વાસો ભેળાં ચાલો, સોંપી દઇએ,
શબ્દો સોહં માંહી, થોપી દઇએ.

વાજાં વાગે છે સતત અનુભવ માંહી,
અનુસંધાને , ત્યાં આરોપી દઇએ.

તોડી જોડી રમતા, બાળક નિર્દોષ,
સૂક્ષ્મ ત્યાં દ્રષ્ટિ સમતા ઓપી દઇએ.

અજવાળું ક્યાંક તો, હોવાનું અમાસે,
ચાંદા જેવા હુશ્ન , ત્યાં પોંખી દઇએ.

આનંદ સહજ તો છે, ખોળી લ્યો ને,
અધ્યાસો મન ત્યાં જ ઉથાપી દઇએ.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111617354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now