પ્રિય *અલ્પા*, આજે આપણા લગ્નની 28મી anniversary છે. હજી જાણે 28 મહીના જ થયા હોય એમ લાગે છે.

ભગવાનની મારી પર *મહેર* છે
તારે કારણે જિંદગીમા *લીલા* લહેર છે

તુ છે તો જિંદગીની સફર છે *સુહાંની*
તારે કારણે જ તો જિંદગી લાગે છે *મસ્તાની*

જલાવી છે તે પ્રેમની *જ્યોતિ*
તારી સાથે અંધકારમા પણ લાગે છે *ચાંદની*

*સખી* જ નહી *મહેબુબા* છે તુ
કાટાળી જિંદગીમા ખીલેલું *ગુલાબ* છે તુ

પહેલી *ઉષા* ના *કિરણ* થી ચમકતી *શબનમ* છે તુ
*ચંદા* ની *શિતલ* *ચાંદની* છે તુ

*વર્ષા* ની બુંદ મહેકાવે જેમ *ધરતી* ને
જિંદગીને *ખુશ્બુ* મય બનાવી છે તે.

પુરા થયા છે *સપના* , તારે કારણે
*ખુશિ* ઓ ફેલાઈ છે તારે કારણે

ઉપર લખેલી બધી જ *છોકરીઓ* ના રુપ અને ગુણ ભેગા કરું તો પણ તારી તોલે ના આવે.. આજે બેશરમ બનીને છડેચોક કહુ છુ કે *I 💘 you*

Gujarati Shayri by Priten K Shah : 111617139
Priten K Shah 3 years ago

ખુબ ખુબ આભાર

Shefali 3 years ago

ઓ.. હો.. તમને અને અલ્પા ભાભીને Happy marriage anniversary..💐🎂 આમ જ તમારો પ્રેમ મહેક્યા કરે, હરદમ તમારા હૈયે ચહેક્યા કરે, આવે ના દુઃખની એક પણ રેખા પાસ, અનંત ખુશીમાં એતો બહેક્યા કરે. 💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now