એક ખેતર જોયુને ખેડૂત યાદ આવ્યાં,
જાણે કેટલા દુઃખ એમને દિલે સમાવ્યા...

કમોસમી વરસાદ વરસી ગયા હતા,
આંખના આંસુ તેને ભીંજવી ગયા હતા...
સરકારે પણ ખેડૂતને ખૂબ સતાવ્યા...

ભર્યું પ્રીમિયમ તેને વીમો મળ્યો નથી,
ખેતરનો પાક પણ તેને ફળ્યો નથી...
દીકરાને ભણાવવા તેને કર્જ ચડાવ્યા...

એક બાપળો બની તે બેસી ગયો,
કર્જનો બોજ સહી તે ઝૂલી ગયો...
એક ખેડૂતના કમોતના સમાચાર આવ્યા...

મરે અનેક ખેડૂત છતાં કોઈ દરકાર નથી,
આ ધરતીના ભગવાન પર તેને પ્યાર નથી...
તેને કંપની માટે મોટા ભવન સજાવ્યા...

ખાઈ ખેડૂતનું તેની થાળીમાં થુંકતા રહ્યા,
ધનિકોના પગ નેતાઓ સદા ચુમતા રહ્યા...
મનોજે ખેડૂતના કેટલાય જનાજા ઉઠાવ્યા...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111612966

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now