ખુબ જીવ્યો "સ્વયમભુ"બીજાના માટે,
હવે પોતાના માટે જીવી જો.

પરોપકાર ભૂલી "સ્વયમભુ" પોતાના પર, ઉપકાર કરી જો.

ક્યાં સુધી "સ્વયમભુ" બીજાનો સથવારો બનીશ,
કોક વાર પોતાનો સથવારો બનીજો.

તારો ઉપયોગ ખુબ કર્યો "સ્વયમભુ",
તું ખુદ ઉપર તારો ઉપયોગ કરી જો.

મીઠું મીઠું બોલી માયા બાંધી તારી સાથે,
તું હવે "સ્વયમભુ" ખારા જળ નો દરીયો બની
માયા બાંધી જો.

ખુબ જીવ્યો "સ્વયમભુ" બીજાના માટે,
હવે પોતાના માટે જીવી જો.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111612038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now