બાક્સ દિવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવો પેટાવ્યો છે

કોડિયાં જોઈને સહુ રાજીના રેડ પછે રૂની બનાવી છે વાટ
પછે કોડિયામાં તેલ પૂર્યું તિયાં કોડિયામાં પડી ગઈ ફાંટ
બાક્સ દિવાસળીમાં અંધારું બેઠું નથી ચકમકમાં તણખા
આંગળિયું કાપીને ગીરવે મૂકી હજી ટટ્ટાર કરોડરજ્જુના મણકા

બાક્સ દિવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવો પેટાવ્યો છે

દીવાની જ્યોત કોઈ જુએ નહિ સહુ કોડિયાના રંગો વખાણે
માટી જોયા કરે છે માટીને નહીં અજવાળાને કોઈ જાણે

બાક્સ દીવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવી પેટાવ્યો છે

આંગળી વિના મેં તો રંગોને જોયા છે મેઘધનુષ મારી રંગોળી
રંગોના લોહિયાળ રમખાણો થાય એમાં ધજા ફરકે છે મારી ધોળી

બાક્સ દિવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવો પેટાવ્યો છે

વેદનાનો વેદ મારા લોહીમાં ફરે નથી બત્રીસ કોઠે મેં મૂક્યા દીવા
દરિયામાં ઓગળીને પાણી થઇ ગ્યા નથી પાછા ફર્યા એ મરજીવા

બાકસ દીવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવો પેટાવ્યો છે

ઠૂઠાની પાસે કોઈ તબલા મૂકીને કહે તાલ કહરવા વગાડ
વાંસળીને કુવારી ફૂક મળી જાય તો ઉઘડે ઉજાસના કમાડ

બાકસ દીવાસળીને ચૂલામાં નાખ
મેં તો ફૂંક મારી દીવો પેટાવ્યો છે.

અનિલ રમાનાથ

Gujarati Poem by Rinku Panchal : 111611258

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now