•માણસ હું ધૂળધાણી રહ્યો છું

તીર કમાન થી તાણી રહ્યો છું..,
જીવતર થોડુંક હું જાણી રહ્યો છું..!

તોફાનો મજધારે કેટકેટલાય આવ્યા છે..,
પણ દરિયે હું પાણી ખાળી રહ્યો છું..!

વાછટી વાદળા ને ઝાકળનો પ્રેમ છે..,
પાણી ના નામે હું પાણી રહ્યો છું..!

સાગર,ખડક,નદી & સડક આ તો કુદરતના ધામ છે..,
પણ ઝાંઝવામાં જીવ હું ભાળી રહ્યો છું..!

ને સગપણ ના વળગણ શ્વાસોને આધીન છે..,
જોવો હું ખોળિયાં ને બાળી રહ્યો છું..!

ઈચ્છા એવી કે કરવો જો પ્રેમ તો દિલથી જ કરવો છે..,
હમણાં હું લાગણી ને ગાળી રહ્યો છું..!

માણસ તો આખરે હુંય ધૂળધાણી જ રહ્યો છું
આ તો જીંદગી છે ને હું માણી રહ્યો છું..!

#TheUntoldકાફિયા

Insta @kafiiya_

Gujarati Poem by TheUntoldKafiiya : 111610723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now