કાલીકા વંદના...

મંગલાકારી કાલી,શત્રુ દાનવકુળ વિનાશિની,
પતાઈ ગર્વ મર્દીની ખપ્પરવાળી દિનદયાળી,
કાલિકાદેવી નમસ્કારમ્ કરોતુ...
નિલવર્ણી શિવાર્ધાંનિ શક્તિ સ્વરૂપા મહાકાળી
રૌદ્ર રુપિણી લાલ નયનોથી ધરણી ધ્રુજાવતી
માનવ એવં દેવતા કલ્યાણસ્ય હેતુ રૌદ્રરૂપ ધારિણી
માં પાર્વતી શક્તિ કાલિકા મંગલકારીની :
કાલિકાદેવી નમસ્કારમ્ કરોતુ...
મુંડમાલા ને કર કમરબંધ કમરે શોભતા માંને,
જો કોઈ નર-નારી ભક્તિભાવે જાપ જપે તમારા
સંકટ એના પળમાં ભાગી ભયમુક્ત થઈ જતાં
કરુણામયી મમતામયીમાતા કાલિકાદેવી નમસ્કારમ્ કરોતુ
જય જગતંબા સંકટ હરણી સાંભળી લો મનની પુકાર
સ્ત્રીવધ રોકી મહિષાસુર હણી નાખ્યો માંએ
રક્તબીજના અત્યાચારે દેવ-માનવે ત્રાહિમામ પુકારી
મમતામયી માતા દેવ-માનવ હીત કાજે
ભગવતી દૂર્ગાની સહાયક બની રક્તબીજના
રક્તપાન કરી રક્તબીજ માએ હણી નાંખ્યો...
મુંડ માલા ધરી માએ ધરણી દાનવરહીત કરી નાંખી
સપ્તમીએ ભક્તજનો તમને કાલરાત્રીરુપે પુજતા મૈયા
પાવાગઢે તુ બિરાજે ગધેડાની સવારી ધરી માતા,
નવયોવન છલકાતુ મુખે ભક્તોની રક્ષા કાજે રૌદ્રરૂપ ધરી,
કાળી ચૌદશે જાપ કરે જો તારા મૈયા,
સંકટ ભક્તોના પળમાં ભાગીજાતા
કાલિકાદેવી નમસ્કારમ્ કરોતુ...
કાલિકાદેવી નમસ્કારમ્ કરોતુ...

શૈમી ઓઝા "સત્યા", "કાલિકા"

Gujarati Whatsapp-Status by Shaimee oza Lafj : 111609387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now