●પ્રસંગ

કઈ કેટલાય પ્રસંગો આવ્યા ને ગયા..,
માણસ પણ આખરે ઝાકળ જેમ રહ્યા..,
હું સ્વભાવે બંધ દરવાજો સામેજ તો સાંકળ હતી ખખળાવવાથી રહ્યા..!

મને એક'દી દીવાલે પુછ્યું..,
તમે સંબંધમાં શાને આટલા હૃદયથી રહ્યા..,
ઉત્તરમાં મેં ફકત એટલુંજ કહ્યું અમે હેલીના માણસ માવઠાથીયે રહ્યા..!

સગપણ ના વળગણ શ્વાસોને આધીન..,
હમણાં આવું કહી એ ગયા ને વિરહમાં રહ્યા..,
આખરી મુલાકાત હતી એ જોવા મને છેક બળતી ચિતાની આગ સુધી રહ્યા..!

દેશ કંઈ કેટલાય ખૂંદયો એ જોવા..,
તમે માલિપા ઘરની કેમ મતલબથી રહ્યા..,
હું વહ્યો છું આંખોથી એમ વિવશ થઈ જાણે ચોમાસા મારી પાંપણમાં રહ્યા..!

હું મોજા ની સાથે રહ્યો કિનારે..,
મધદરિએ ઝીંદગી ઉગારતા રહ્યા..,
ફકત જવું હતું આખરે શૈયા સુધી "કાફિયા" આખુંય આયખું સફરમાં રહ્યા..!

#TheUntoldકાફિયા

Insta @kafiiya_

Gujarati Poem by TheUntoldKafiiya : 111608749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now