# નજર
આવતી કાલે " કાળી ચૌદસ " છે જેને રૂપ ચૌદસ " પણ કહેવામાં આવે છે. ઘણા પરિવાર માં " નજર " ઉતારવાનો કાર્યક્રમ થાય છે. મા ની મીઠી નજર પણ લાગતી હોય છે.તો વાંચો નજર પર મારી એક નજર.

નજર નજર માં ફેર હોય છે.
એક તારી નજર
એક મારી નજર
હર આંખો ની અલગ નજર!
હર મા ની હોય છે અલગ નજર,
વાત્સલ્ય ના ધામ સમી મા ની નજર.
કોઈ નજર માં આશ
કોઈ નજર માં પ્રેમ
કોઈ નજર માં નફરત
તો કોઈ શૂન્યવકાશ સમી નજર!
કોઈ માં પૂર્ણ વિરામ તો
કોઈમાં આશ્ચર્ય તો
કોઈ પ્રશ્નાર્થ સમી નજર હોય છે!
પશુ પક્ષી ની હોય અદ્ભુત નજર!
નજર એક પણ
દીસે અનેક એક રૂપે નજર!
સહુ નજરમાં બે અમૂલ્ય નજર
એક નિર્દોષ બાળક ની
ને એક મા ની નજર!

Gujarati Poem by Anil Bhatt : 111607943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now